અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા ડેડીયાપડાના સેલંબા યંગ કમિટીનાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.
જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે એ હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવાર નવાર અલગ-અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે. જેના ભાગરૂપે આજરોજ તા.15 ફેબ્રુઆરી 2024 નાં રોજડે ડીયાપડાના સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસનાં ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામનાં અંતે કુલ 151 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આગામી રમજાન માસમાં મુસ્લિમ સમુદાયનું રોજાની હાલતમાં બ્લડ ડોનટ કરવું મુશ્કેલ રૂપ હોઇ એક મહિનાથી ઓછા સમયમાં અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370 થી વધુ યુનિટ અલગ-અલગ બ્લડ બેંકમાં જમાં કરાવી બ્લડ બેન્કો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. કાર્યકમનાં સમાપન બાદ ઇરફાન ભાઈ હાસમાની તથા મોલાના ઉસ્માન મકરાણીએ આવેલ આયુષ બ્લડ બેન્કનાં સ્ટાફ, બ્લડ ડોનરો તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com