Geo Gujarat News

ભરૂચ: સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ કરાઇ, વિદ્યાર્થીઓને CPR ની બેઝીક ટ્રેનીંગ અપાઈ

ભરૂચની સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ કરવામાં આવી હતી. જેમાં સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાનાની ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિધાલય ખાતે યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને CPR ની બેઝીક ટ્રેનીંગ આપવામાં આવી હતી. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભતા હોય છે.ત્યારે CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધુ વધી જાય છે જૅથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ.જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.

જેથી આજના સમયમાં ભરૂચના મહીલા પોલીસ સ્ટેશન અને કિરણ.સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગેજી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટએટેકના સમયે તેને CPR આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય છે તેની ટ્રેનીંગ સિવિલ હોસ્પિટલના ડો,નિવિતા વરોદરિયા,ડો,નિરાલી પ્રજાપતિએ આપી હતી.આ ટ્રેનીંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન અને સંગીતા ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નારાયણ વિધાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા દ્વારા કરાયુ હતું.


geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *