Geo Gujarat News

આમોદ : કોલવણા ગામે મધમાખી ઉડતા 7 લોકોને ડંખ મારી કર્યા ઘાયલ, તમામને સાવરવાર લેવાની ફરજ પડી

આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે આવેલ ઇનાયત ભાઈખાની વાડીમાં ભૂરી મધમાખી ઊડતા દોડધામ મચી જવા પામી હતી જેના પગલે ભાઈખા પરિવારના લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ આજ રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ભાઈખા પરિવારના 3 બાળકો સહિત કુલ 7 વ્યક્તિઓ પોતાની વાડીએ ગાંડા બાવળની સાફ સફાઈ અર્થે ગયા હતા. જ્યાં જેસીબીથી સફાઈ કરતી વેળાએ બાવળ માં રહેલ ભૂરી મધનો પૂરો છંછેરાતા માંખો ઉડતા સૌ હાજર પરિવારના લોકોને માખીઓએ ડંખ મારતા 3 બાળકોએ સહિત કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થતાં જેઓને 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોકટર અશરફ પટેલ તેમજ તેમની ટીમે ઈજાગ્રસ્ત (1) ઇશરત ઇકરામ ઉંમર વર્ષ 3, (૨) ઇલ્હામ ઇકરામ ઉંમર વર્ષ ૫, (૩) મોહમ્મદ અર્શ ઉંમર વર્ષ 11, (૫) રહેમતબેન ઇકરામ ઉંમર વર્ષ ૨૮, (૫) ફાતિમા સઈદ ઉંમર વર્ષ 55, (૬)મુમતાજ ઇનાયત ઉંમર વર્ષ 55, (૭) ઇનાયત ભાઇખા ઉંમર વર્ષ 55. તમામ નાઓના શરીર ઉપરથી ડંખ કાઢી પ્રાથમિક સારવાર કરી તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ૧૦૮ મારફતે રિફર કર્યા હતા. બનાવ પગલે કોલવણા ગામના સરપંચ ઝફર ગડીમલ તાબડતોબ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *