Geo Gujarat News

ભરૂચ: વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ,મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે આરીફ. એસ. અલી. બોલ્ટોન યુ.કે  તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઇ હતી.  જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં  વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા  નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.

આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં ૨૬૦ દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના ૬૦ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં ૨૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *