Geo Gujarat News

વાગરા: સાયખા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 25,500 ના મુદ્દામાલ સાથે બે બુટલેગર ઝબ્બે

વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં આવેલ એમ.આર ચોકડી ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં આવેલ એમ.આર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા. તે દરમિયાન એક લીલા કલરની રિક્ષામાંથી બે પરપ્રાંતીય જેવા લાગતા ઈસમો ઉતરી રીક્ષાવાળાને ભાડું આપી કાળા કલરનું બેગ ભેરવી સાયખા ગામ તરફ જઈ રહ્યા હતા. પોલીસને શંકા જતા બંને ઇસમોને અટકાવી તેઓ પાસે રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વગર પાસ પરમીટના ભારતીય બનાવતની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 21 બોટલો સહિતનો રૂપિયા 25,500/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી હાજર મળી આવેલ દેવેન્દ્ર પ્રકાશ નિહાલય તેમજ રોહિત રાઠોર રાજુ રાઠોર નામના બે ઇસમોની અટક કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન – વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *