અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ હિંદુસ્તાન કંપનીમાં અચાનક રાસાયણિક જથ્થામાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.
પાનોલી જીઆઇડીસીમાં બાકરોલ બ્રિજને અડીને આવેલી હિન્દુસ્તાન એમ-આઈ સ્કોવ લિમિટેડ કંપનીના સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રા રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો.જેમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ચપેટમાં આખો સ્ટોરેજ વિભાગ આવી ગયો હતો. કંપનીમાં મેનેજમેન્ટ અને સિક્યુરિટી વિભાગ દ્વારા પાનોલી ફાયરને જાણ કરતા 3 ફાયર ટેન્ડર સાથે કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો.

આગ વધુ વિકરાળ હોવાથી ડીપીએમસીની ટીમ પણ સ્થળ પર પહોંચી આગ બુઝાવા માટે પ્રક્રિયા શરુ કરી હતી. સતત પાણી મારો અને ફોર્મ વડે આગ બુઝાવા માટે જહેમત ઉઠાવી હતી.ત્યારે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે.જોકે ભારે જહેમત આગ પર ફાયર ટીમોએ કાબુ મેળવ્યો હતો.આગની જાણ થતાં GPCB સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતાં.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com
