ભારતના મહાન સુફી સંત મોઈનુદ્દીન ચીશ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે અંકલેશ્વર ના મુસ્લિમ સમાજના લોકોએ મામલતદાર નેઆવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અંકલેશ્વર મુસ્લિમ સમાજના લોકોએ આજરોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યામાં મુજબ ઈસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંત અને ધમૅ ઉપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી (રહ.) કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સાથે હીન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાય મા પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે. જેથી અમારી ભાવાત્મક અને ધાર્મીક લાગણી સીધી રીતે સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી (રહ.) સાથે જોડાયેલા છે.પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડિયો સોશ્યલ મીડિયાના અકાઉંટ “ઇન્ફિનિટિ સનાતન” અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે.જે વિડિયોમાં વીડિયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી (૨. હ.) ના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દો અને અપમાન જનક ભાષાનું ઉપયોગ કરી અપમાન કર્યું છે, જ્યારે અન્ય ઈસમે તે અપમાન જનક વિડિયો તેના સોશ્યલ અકાઉંટ “ઇન્ફિનિટિ સનાતન” ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી (૨. હ.)માં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માન્યતા અને લાગણીને ઠેશ પહોંચાડી છે.જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની અસ્થાને ઠેસ પહોંચાડનારા આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com