Geo Gujarat News

પ્રજાપતિ ધર્મ જાગરણ રથયાત્રાનું કાચલા મંદિરેથી પ્રસ્થાન કરાવતા પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી 1008 સેવાનંદગીરીજી બાપુ

આજ રોજ તા. ૨૪/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલા – ઢઢેલા ખાતે પ્રજાપતિ સમાજની ધર્મગુરુ સંત શિરોમણિ શ્રી શ્રી યાદે માતા – પ્રજાપતિ ધર્મ જાગરણ રથયાત્રાનું પરમ પૂજ્ય અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રીશ્રી 1008 સેવાનંદગીરીજી બાપુના વરદ હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આદરણીય સંતો- મહંતોને ફૂલહાર અને ખેશ પહેરાવીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


પ્રજાપતિ ધર્મ જાગરણ રથયાત્રા કાચલા મંદિરેથી પ્રસ્થાન કરી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજ્યોમાં થઈ મહાકુંભ 2025 માં પ્રયાગરાજ પહોંચશે અને મહાકુંભ 2025 માં પ્રયાગરાજ માં એક દિવસીય શ્રી આદ્યશક્તિ 108 કુંડીય મહાયજ્ઞ પ્રયાગરાજ માં કરવામાં આવશે.

દિપક રાવલ – લીમખેડા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *