Geo Gujarat News

ભરૂચ: અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ-સ્વચ્છ મન નિમિત્તે નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયુ

ભરૂચના નિલકંઠેશ્વર મંદીરના નર્મદા નદીના ઓવરે સંત નિરંકારી મિશન દ્વારા સદ્દગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાન્નિધ્યમાં અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ- સ્વચ્છ મન’ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્ત ભાઈઓ અને બહેનોએ જોડાઈ સફાઈ કરી હતી.

નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા મહારાજના નિર્દેશાનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ- અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગરૂકતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. જેના ભાગરૂપે આજ રોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નિલકંઠેશ્વર મંદીરના નર્મદા નદીના ઓવરે એકત્ર થઈ કિનારે પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો. અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષના લગભગ 1000 સ્થળો પર 730 શહેરો, 27 રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે.જેમાં નિરંકારી મિશનના લગભગ 1.50 લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ,નદીઓ, તળાવો, ઝીલ, કુવા, વિભિન્ન ઝરણાઓ, પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની કામગીરી કરાઈ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *