Geo Gujarat News

જંબુસર: સુકા ઘાસમાં આગ લાગતા આઠ એકરમાં ઉગેલી નીલગિરીનો પાક બળીને ખાક

જંબુસર તાલુકાના કલક ગામના રોડ ઉપર આવેલી નીલગીરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.આઠ એકરમાં ઉગેલા નીલગિરીના વૃક્ષો બળીને ખાક થઈ ગયા છે.આગની જાણ ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.


કલક ગામ જવાના માર્ગ પર દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજનું ખેતર આવેલું છે.જેમાં તેમણે આઠ એકરમાં અંદાજીત 24 હજાર નિલગરીના વૃક્ષોનું વાવેતર કર્યું હતું.પરંતુ આજ રોજ બપોરના સુમારે ખેતરના સૂકા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ એટલી વિકરાળ હતી કે,તેણે દેવેન્દ્રસિંહ રાજના નિલગરીના ખેતરમાં પ્રસરી જતાં ત્યાં ઉગેલા નિલગરીના વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતાં. આગ અંગેની જાણ થતાં ખેડૂતો દોડી આવી જંબુસર નગરપાલિકામાં જાણ કરતા પાલિકા સહિત ONGC ના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. ફાયરના લાશ્કરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પરંતુ આગ ઓલવાય ત્યાં સુધી ખેડૂત દેવેન્દ્રસિંહ રાજને અંદાજીત 10 લાખ જેટલું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *