Geo Gujarat News

વાગરા: કલેક્ટરના જાહેરનામાંનો અનાદર કરતાં વધુ 6 ઉદ્યોગો સામે ફરિયાદ, છેલ્લા 24 કલાકમાં 12 ફરિયાદ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં કાર્યરત વધુ 6 ઉદ્યોગો સામે પોલીસે લાલ આંખ કરી છે.


વાગરાની સાયખા જીઆઈડીસીમાં પ્રસ્થાપિત લઘુ ઉદ્યોગકારો કોઈપણ હિસાબે કલેકટરના આદેશનું પાલન કરવા તૈયાર ન હોઈ તેમ લાગી રહ્યું છે. વાગરા પોલીસે પહેલા 6 અને ત્યારબાદ વધુ 6 ઉદ્યોગો સામે જાહેરનામાં ભંગના ગુનાની નોંધ કરી ઉદ્યોગકારો અને ઉદ્યોગ સંચાલકોનો જવાબ માંગ્યો છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં પર પ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા કલેક્ટર કચેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશને ઘોળીને પી જનાર કંપની ધારકોની રીઢ સીધી કરવાનું વાગરા પોલીસે પણ મન બનાવી લીધું છે. સાયખામાં કાર્યરત વધુ 6 કંપનીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ક્રમશઃ જોઈએ તો 1) અથર્વ ઈન્ડસ્ટ્રીઝ – દિનેશભાઈ ચોધરી (2) પી.વાય જનરલ ઇન્ટરમિડીયેટ – સિદ્ધાર્થ ગુપ્તા (3) સુનિશ કેમિકલ પ્રા.લી – વિનોદ પટેલ (4) સાવકાશી કેમિકલ પ્રા.લી – રાજેશ પ્રજાપતિ (5) એમ.એસ ઈન્ડસ્ટ્રીઝ, મુકેશ સિંઘ (6) ડિકોસિસ પ્રા.લી. – અભિષેક વિરેન્દ્રસિંહ નાઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીતેલા 24 કલાક દરમિયાન પોલીસે કુલ 12 ગુનાઓ નોંધ્યા હતા. કાયદાનો દુરુપયોગ અને ભંગ કરનારા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

નઈમ દિવાન – વાગરા

વાગરા: હમ નહીં સુધરેંગેની નીતિ સાર્થક કરનાર સાયખા GIDC ની 06 કંપની સામે કાર્યવાહી, CCTV કેમેરા ન લગાવતા પોલીસનું તેંડુ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *