Geo Gujarat News

આમોદ: અયોધ્યા જતાં રામ ભક્તોનું નગરજનોએ મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે વિદાઈ આપી

  • વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રામ ભક્તોને કેસરિયો ખેસ પહેરાવ્યો

અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય અને ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે રામ ભકતો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.ત્યારે આમોદ નગરમાંથી ૨૭ તેમજ તાલુકામાંથી ૪૦ થી વધુ ભકતો અયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે આજ રોજ રવાના થતાં તેમનું આમોદ તિલક મેદાન ખાતે નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુમકુમ તિલક કરી કેસરિયો પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.તેમજ ફટાકડાની આતશબાજી કરી રામના દર્શન કરવા જતા ભક્તોના હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી.આમોદથી રવાના થયેલા ભકતોને ભરૂચ થી ટ્રેન મારફતે અયોધ્યા રવાના થશે.આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદ પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ,રશ્મિકાબેન પરમાર સહિતના સદસ્યો હાજર રહી કુમકુમ તિલક કર્યું હતું.તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ રામ નામનો કેસરિયો ખેસ પહેરાવી બહુમાન કર્યું હતું. રાજ ભકતોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા જતા ભકતોમાં અયોધ્યા જવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.અને જય શ્રી રામના જય ઘોષ સાથે રવાના થયા હતા.

યાસીન દિવાન – આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *