કેન્દ્ર સરકાર દ્વારા મોલના આઝાદ ફાઉન્ડેશન નામની સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.જેના વિરોધમાં આજ રોજ ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ નિર્ણય રદ્દ કરવાની માગ કરી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે શનિવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણયથી લધુમતી અને મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શકયતાઓ રહેલી છે.મોલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લધુમતી સમુદાય લોકો સાથે મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણીક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લીમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવ્યુ છે. આ ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે.જેથી આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણયએ આજના આધુનિક યુગમાં મુસ્લીમ સમુદાયના યુવાનો-યુવતીઓ પોતાના શૈક્ષણીક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતી છે.આ ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તી મેળવી રહયા છે. ત્યારે મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણયથી સમસ્ત મુસ્લીમ સમાજ આધાતની લાગણી અનુભવી રહયા છે.જેથી મોલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને તાત્કાલિક રદ્દ કરવાની માગ કરી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com