- DDO ને આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ યથાવત.?
- નદી પાર કરવા માનવ મહેરામણ ઉમટ્યું
- જીવનાં જોખમે નદી પાર કરવા બોટની મુસાફરી.?
- લાઇફ જેકેટ કે અન્ય સેફ્ટી વિના બોટિંગ.?
- મોટી દુઘર્ટના સર્જાવાની શક્યતા..
- તરસાલી ગામે મેળામાં જવા મુસારોની ભીડ..
- લોકો આવી જોખમી મુસાફરીથી બચે તે વધારે હિતાવહ
- અને સંબંધિત તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે તે જરૂરી
ભરૂચ તાલુકાના ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ તાલુકા પંચાયત સભ્યએ આવેદન પણ આપ્યું હતું તો પણ જોખમી હોડીઘાટ ધમધમતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જીલ્લામાં નર્મદા તટે આવેલ ઝનોર ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ ભરૂચના ઝનોર મુકામે જીલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર-બામણીયા હોડીઘાટ જીલ્લા પંચાયતમાં પરવાનાના રૂપીયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આવેદન આપ્યું હતું. આવેદન આપ્યા બાદ પણ જોખમી હોડીઘાટ ઘમઘમી રહ્યો હોવાના વિડિયો વાયરલ થયા છે.

જોકે તરસાલી ખાતે મેળાનું આયોજન હોઈ ફેળાવાથી બચવા લોકો હોડી મારફતે મુસાફરી કરતા હોય છે. હાલ તો વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પેહલા કરતા પણ વધુ મુસાફરો અને મોટર સાયકલ પણ વધુ જોખમી રીતે લઈ જવામાં આવે છે. જોકે આ વિડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોતાનો લુલો બચાવ કરનાર કમલેશ માછીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કોઈ પ્રવાસન સ્થળ નથી તો આજે મેળામાં જે મોટી સંખ્યામાં લોકો હોડી માળફટે અવર જવર કરી રહ્યા છે. તો શું એને પ્રવાસી ન કેહવાય.? તો શું આ વિષે કમલેશ માછી ખુલાસો આપશે ખરા કે પોતે રૂપિયા કમાવવાની લાલસામાં લોકોના જીવ સાથે ચેડાં કેમ કરી રહ્યા છે. અને એમની આ લાલસામા કોઈ મોટી હોનારત સર્જાશે તો એનો જવાબદાર કોણ.? જેવી અનેક લોકચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી બુલંદ થવા પામી છે. વાયરલ થયેલ વિડિયો અંગે ભરૂચ ડી.ડી.ઓ વેહલી તકે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે.

ભરૂચ: ઝનોરમાં ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું DDOને આવેદન
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com