Geo Gujarat News

વડોદરા: શિનોર તાલુકાના ટીંગલોદ ગામે વેપારીની કારને ટક્કર મારી કારમાં આવેલા ચાર શખ્સ સોનાના દાગીના લૂંટ કરી ફરાર થઇ જતા ચકચાર

વડોદરાના શિનોર તાલુકાના સાધલી ખાતે મારુતિ કોમ્પ્લેક્સમાં જય અંબે જવેલર્સ નામની સોનીની દુકાન ધરાવતા વેપારી તા.૪ માર્ચ ના રોજ સાંજે ૮ વાગે દુકાન બંધ કરી કરજણ જવા નીકળ્યા હતા.ટીંગલોદ ગામે આગળ પાછળથી આવેલા ગાડીમાં સવાર ચાર અજાણ્યા શખ્સોએ કારને ટક્કર મારી રોડની બાજુમાં ઉતારી સોનીને ધમકી આપી ગળામાંથી રૂ.૪૦ હજારની સોનાની ચેન અને પેન્ડન્ટની લૂંટ કરી હતી. આ અંગે શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે જવા નીકળ્યા હતા. સાધલી ખાતે મારુતિ કોમ્પ્લેક્સમાં જય અંબે નામની સોનીની દુકાન ધરાવતા કમલેશ જયંતીલાલ સોની સોની ઉ.વ.૩૦ તા. ૪ ના રોજ સાંજે ૮ વાગે પોતાની દુકાન બંધ કરી કારમાં ઘરે જવા નીકળ્યા હતા.

આશરે રાત્રે ૮:૩૦ વાગે ટીંગલોદ ગામ થી આગળ વળાંક નજીક પાછળથી આવેલી ગાડીએ તેમની ગાડીને ટક્કર મારી બાજુ રોડ પર ઉતારી દીધી હતી. તવેરામાંથી ૪ અજાણ્યા હિન્દી અને ગુજરાતી ભાષા બોલતા માશ્ક પહેરેલા ઇસમો ઉતર્યા હતા અને તેમાંથી એક જણાએ ગાડીનો કાચ ફોડીને અંદરનુ લોક ખોલ્યું અને સોનીને દાતરડાં જેવા હથિયારથી ધમકી આપી કે તારી પાસે જે પણ કંઈ હોય તે આપી દે, નહીં તો જાનથી મારી નાખીશું, તે દરમિયાન બીજા ત્રણ શખ્સ ગાડીમાં ચઢી ગયા અને શોધખોળ કરી પણ કઈ મળ્યું ના હોય, સોનીના ગળામાં અંદાજે ૧૮ ગ્રામ જેની રૂ.૪૦,૦૦૦ થાય તે ઝૂંટવી લીધી હતી. રાત્રિના અંધકારમાં તવેરા ગાડીનો નંબર જોવા મળ્યો ન હતો. લૂંટાયેલા ફરિયાદી કમલેશ જયંતીલાલ સોની દ્વારા શિનોર પોલીસ સ્ટેશન જાણ કરતા સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *