Geo Gujarat News

ભરૂચ: નવજીવન ન્યુઝના ડાયરેકટર અને નિડર પત્રકાર પ્રશાંત દયાળનો પત્રકારો સાથે સંવાદ

ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યુઝના ડાયરેકટર પ્રશાંત દયાળ ના સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. ભરૂચના ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેકટર નરેશ ઠક્કર ની વિશેષ ઉપસ્થિતિમાં રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યુઝના યોજાયેલ પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો, સ્થાનિક આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવન શૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા. આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત અંક્લેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતોએ ઉપસ્થિત રહી વક્તવ્યને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પચ્ચિગર દ્વારા કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *