ભરૂચ તાલુકાના પાલેજ ખાતે આવેલ GIDC સ્થિત સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગતાં એક સમયે દોડધામ મચી ગઈ હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલેજ GIDC માં જી.ઇ.બી રોડના છેવાડે આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયબ્રિગેડને આગના બનાવ અંગે જાણ કરવામાં આવતાં ત્રણ જેટલાં ફાયર લાસ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. સ્ક્રેપ ભરેલાં ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોતેગોટા જોયા મળ્યા હતાં. ભરૂચ, જનોર સહિત કરજણ ફાયર બ્રિગેડના ફાયરફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ગોડાઉનમાં રહેલ સ્ક્રેપ સળગી જતા ગોડાઉન માલિકને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
પાલેજ GIDC માં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ, ફાયરફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો
Fore More Details Click Here : https://t.co/zswmVozBj3#GeoGujaratNews pic.twitter.com/3lZksVfYEu
— Geo Gujarat News (@GeoGujarat2020) March 13, 2024

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com