દીલ્હી – મુંબઇ એકસપ્રેસ હાઇવેના વળતરનો પ્રશ્ન હજી ઉકેલાયો નહિ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. શનિવારે બુથને અનુલક્ષી કામગીરી કરવા ગયેલાં મામલતદાર તથા તેમની ટીમને અસરગ્રસ્ત ખેડૂતોએ રોકી નારેબાજી કરતાં વાતાવરણ ગરમાયું હતું. જયાં સુધી યોગ્ય વળતર સરકાર નહી આપે ત્યાં સુધી ગામમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે આવવું નહિ તેમ કહી વિરોધ કરાયો હતો. જુના દીવા, પુનગામ અને નાગલમાં સરકારી કર્મીઓનો વિરોધ કરાયો હતો. એકસપ્રેસ હાઇવેમાં ભરૂચ જિલ્લામાં સંપાદિત થયેલી જમીનમાં સરકારે જાહેર કરેલાં એવોર્ડની રકમ સુરત, નવસારી અને વલસાડની સરખામણીએ મામુલી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ કરી રહયાં છે. કેટલાય ગામોના એવોર્ડ અંગે વિવિધ કોર્ટમાં કેસ ચાલી રહયાં છે.

જુનાદીવાનો 852 અને પુનગામનો 660 રૂા. એવોર્ડ જાહેર થયો હતો પણ તેને નેશનલ હાઇવે ઓથોરીટીએ કોર્ટમાં પડકાર્યો હોવાથી ખેડૂતોને હજી સુધી વળતરની ચૂકવણી થઇ નથી. ખેડૂતોની વારંવારની રજૂઆત છતાં કોઇ નિવેડો આવતો નહિ હોવાથી ખેડૂતો હવે ચૂંટણી બહિષ્કારના મિજાજમાં છે.અંકલેશ્વરના મામલતદારઅને તેમની ટીમ ચૂંટણીલક્ષી બુથ માટે સર્વે કરવા માટે અંકલેશ્વર ના જુના દીવા ગામ ખાતે પહોંચતા ખેડૂતો તેમનેમાર્ગ મા જ રોકી દીધા હતા અને નારેબાજી કરી ગામ માં ચૂંટણી લક્ષી કોઈ કામગીરી કરવા આવવું નહિ તેવું સ્પષ્ટ જણાવી ને વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત પુનગામ અને નાંગલ ગામમાંથી પણ ટીમને પરત કરી હતી
.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com