વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ કંપનીમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે.
મૃતકના કબજામાંથી મળી આવેલી ત્રણ પાનાની સુસાઈડ નોટમાં કંપનીના એક અધિકારી તેને ખૂબ જ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બિરલા ગ્રાસિમ સેલ્યુલોઝ ફાઈબર કંપનીમાં તવરા ગામનો રાજેશ ગોહિલ નામનો યુવક ઓક્ઝિલરી વિભાગમાં કામ કરતો હતો. રાજેશ ગોહિલ રવિવારે કંપનીમાં કામ પર હતો ત્યારે રાત્રિના કેન્ટીનની પાછલના ભાગમાં આવેલા એક રૂમમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. ઘટનાની જાણ થતા વાગરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમના ફાઈબર ડિવિઝનના ઓક્ઝીલરી પ્લાન્ટમાં ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતા રાજેશ ગોહીલ નામના યુવાને પ્લાન સુપરવાઈઝર મનજીત સિંઘના દબાણથી કંટાળીને કેન્ટીનની પાછળના ભાગે ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં અરેરાટી પ્રસરી ગઈ છે. મૃતક યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને મનજીત સિંઘ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સેફ્ટી વગર કામ કરવા દબાણ કરતું હોવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે. જેના કારણે જ ભૂતકાળમાં પણ અનેક જાનહાનિના બનાવો પણ બન્યા છે. ગેસ છૂટવાની ઘટના અને તેનાથી કામદારોને થતાં નુકશાન અંગેનો પણ ઉલ્લેખ કરાયો છે. સક્ષમ ન હોવા છતાં ક્ષમતા કરતા વધારે કામ કરાવતા હોવાના આક્ષેપ કરી જીવન ટુંકાવી લીધું છે.
મૃતકના કબજામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી
મૃતકે લખેલ સ્યુસાઈડ નોટ વાંચવા અહી ક્લિક કરો

સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ મૃતક યુવાનના પરિજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો અસ્વીકાર કરવાની તૈયારી કરતા કંપની મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો હતો. અંતે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી વિવિધ માંગણીઓ સંતોષાતા મૃતકના પરિજનોએ પાર્થિવ દેહની અંતિમ વિધિ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કંપનીની વારંવારની બેદરકારી સામે આવતા નોકરી કરતા અન્ય લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com