Geo Gujarat News

અંકલેશ્વર: સ્કૂલ બસમાંથી બાળકી નીચે પટકાઈ, સદ્દનસીબે આબાદ બચાવ

અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેકટરી પાસે પોદાર વર્લ્ડ સ્કૂલની સ્કૂલ બસમાંથી બાળકી નીચે પડી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલની સ્કૂલ બસ નંબર-જી.જે.16.એ.યુ.1417માં બાળકોને લઈ ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેકટરી પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે વેળા બસમાં સવાર એક વિદ્યાર્થિની અચાનક નીચે પડી જતાં સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું આ અકસ્માતમાં બાળકીને ઇજાઓ પહોંચતા રાહદારીઓએ તેણીને સારવાર માટે ખસેડી હતી.આ ઘટનાને પગલે બસ ચાલક અને બસના વોર્ડનની ગંભીર બેદરકારી સામે આવી છે.ત્યારે સ્કૂલ સંચાલકો આવી ઘટના ફરી નહીં બને તે માટે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *