ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ પાલિકા કચેરી ગજવી મૂકી હતી.

ભરૂચ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલા અયોધ્યા નગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટરો અને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના અયોધ્યા નગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે આ ગટર લાઈનની સાફ-સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દવાઓમાં આવી રહી છે. જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિમાં પ્રતીક થઈ રહી છે. શહેરના ભાજપના ઘર ગણાતા અયોધ્યા નગરમાં ગટર લાઈનું દુર્ઘટ મારતો ગંદુ પાણી મુખ્ય રોડ પર રહેતું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગન મારતા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવી રહ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિતના પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાઈ તેવી લોકોમાં દહેશત વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના નો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં સવારનો વાર ગટર ચોકબ સહિતના પ્રશ્નો ના કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે આજરોજ પાલિકા તંત્ર દ્વારા અયોધ્યા નગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવારનવાર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરીવળતા આજે સ્થાનિક રહેવાસી એ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડ ના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિ ની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com