વાગરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એકજ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- ત્રણ જેટલા બંધ મકાનમાં નિશાચરોએ હાથફેરો કર્યો
- સોના, ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી
વાગરામાં પુનઃ તસ્કરોનો તરખાટ, નકૂચા તોડ ગેંગે ત્રણ મકાનોને નિશાન બનાવી ચોરીને આપ્યો અંજામ
ત્રણ જેટલા બંધ મકાનમાં નિશાચરોએ હાથફેરો કર્યો..
સોના, ચાંદીના ઘરેણાં સહિત રોકડની ચોરી
વાગરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એકજ રાતમાં ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. pic.twitter.com/9B4K3aVbfE
— Geo Gujarat News (@GeoGujarat2020) April 28, 2024
લાહોરી ગોડાઉન વિસ્તારના બંધ મકાનમાં અંદાજીત રૂપિયા 1.70 લાખ ઉપરાંતની મત્તા ઉપર તસ્કરોનો હાથફેરો
બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના કોઈ પણ સમયે વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો. મકાન માલિક ઇમરાન રોશન રાજએ જણાવ્યું હતું કે હું અને મારું ફેમિલી મકાનને તાળું મારી જુમ્મા મસ્જિદ નજીક આવેલ મારા મમ્મીના ઘરે સુવા માટે ગયેલ હતા. આજરોજ સવારમાં ફળીયાથી મારા મિત્રએ કોલ કરી જાણ કરી કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે. જાણ થતાજ હું તાબડતોડ દોડી જઇ જોતા ઘરની ગ્રીલનો નકુચો તૂટેલો હતો. તેમજ દરવાજાનો નકુચો પણ તૂટેલી હાલતમાં અને ઘરમાં તિજોરીનો માલસામાન વેર વિખેર પડેલ હતો. ચેક કરી જોતા તિજોરીમાં મુકેલ 3 જોડી ચાંદીના પાયલ, 6 સોનાની અંગૂઠી, 45 હજાર રોકડ રકમ મળી અંદાજીત 1.70 લાખની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

ઉમેર પાર્કમાં એક સાથે 2 બંધ મકાનો તસ્કરોના હાથે ચઢયા, અગાઉ પણ આજ વિસ્તારમાં 2 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
બીજા બનાવમાં વાગરાના ઉમેર પાર્કમાં પણ 2 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી થયેલ બંને મકાનો બંધ હતા. જેમાં એક મકાનમાંથી અંદાજીત 15-20 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું. જ્યારે બીજા મકાન માલિક હાજર ન હોવાને કારણે કેટલા મત્તાની ચોરી થઈ છે. તે જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસે સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી.

ઉલ્લેખનીય છે, કે વાગરા પંથકમાં નકુચા ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા પણ ઉમેર પાર્કમાં 2 જેટલા મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. વાગરા ઔદ્યોગિક વસાહતો વચ્ચે ઘેરાયેલો વિસ્તાર છે. જ્યાં પોલીસની નાક નીચેથી અવાર નવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. રાત્રીના 7 કલાક ગામના ખૂણાઓ પર જડબેસલાક હોમ ગાર્ડના જવાનોની ઊંઘમાં વિઘ્ન ન આવે તે રીતે ચોર ઈસમો લાખો રૂપિયાની મત્તા કબ્જે કરી ફરાર થઈ જાય છે. અવારનવાર આવા બનાવો છતાં ચોર ટોળકીને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા કર્મીઓની ઊંઘ હરામ થાય તો સામાન્ય જનતા રાહતની નિંદ્રા માણી શકસે. ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળે તેવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com