Geo Gujarat News

અંકલેશ્વર: એક લાખ ઉપરાંતના મુદ્દામાલ પાંચ જુગારીઓને પોલીસે જેલમાં ધકેલ્યા

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડો. કુશલ ઓઝા સાહેબનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી./જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી બી.એન.સગરના મારગદર્શન હેઠળ પો.સ.ઈ. એ.વી.શિયાળીયા પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ભડકોદ્રા ગામની સીમમાં દાળમીલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર રેઇડ કરતા માહિતીવાળી જગ્યાએ પાંચ ઇસમો નામે વિઠ્ઠલભાઈ છનાભાઈ રાઠવા સુરજભાઈ હીરાભાઈ મિસ્ત્રી બલિન્દર સિંગ સુરજીતસિંગ સીકલીઞર ધવલભાઇ કનુભાઈ પરમાર તેમજ નીતેશ સિંહ જીતસિંહ રાજપુત ના ઓને રોકડ રૂપિયા ૧૧,૦૨૦/- તથા મોબાઈલ નંગ-૪ કિ.રૂ.૧૫૦૦૦/- તથા મો.સા. નંગ-૩ કિ.રૂ.૮૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૧૧,૦૨૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *