Geo Gujarat News

ભરૂચ: ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલિસ સ્ટાફે આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલિસ સ્ટાફ અને ફિમેલ પોલીંગ સ્ટાફે ભરૂચ વિધાનસભા મતવિસ્તાર- કલેક્ટર કચેરી ખાતે ઉભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ થકી વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.

પોસ્ટલ બેલેટથી વોટીંગની પ્રક્રિયામાં ભરૂચ વિધાનસભા મતવિસ્તાર માં ૨૨૭ જેટલા જીઆરડી અને ૨૦૫ જેટલા પોલિસ કર્મીઓએ મતદાન કરશે. વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદાન પ્રકિયા આગામી ૦૨ મે ૨૦૨૪ સુધી ચાલશે. ભરૂચ જિલ્લા પોલિસ અધિક્ષક મયુર ચાવડા એ તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ૭ મી મે,૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીનાં મતદાનમાં ભરૂચ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને સહભાગી બની મહત્તમ મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરી સશક્ત ભારતનું નિર્માણ કરવા તમામ નાગરિકોને અપીલ કરી હતી.

ભરૂચ લોકસભાના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા પોલિસ વડાની અપીલ
ભરૂચ લોકસભાના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા પોલિસ વડાની અપીલ

અત્રે ઉલ્લેખનિય છેકે, ભરૂચ વિધાનસભા મતવિસ્તાર ખાતે તા.૨૯ એપ્રિલ થી ૧ મેં સુધી, જંબુસર વિધાનસભા મતવિસ્તારમાં પ્રાંત કચેરી જંબુસર ૨ મેં ના રોજ, વાગરા વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારી ની કચેરી ભરૂચ તા. ૩૦ એપ્રિલ ના રોજ ,ઝઘડીયા તાલુકા સેવા સદન ઝઘડીયા તા.૨ જી અને ૩ જી મેં અને અંકલેશ્વર ખાતે મામલતદાર કચેરી અંકલેશ્વરમાં આગામી દીવસોમાં પોસ્ટલ બેલેટથી મતદાન થશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *