Geo Gujarat News

અંકલેશ્વર: 12 વર્ષની દીકરીએ સાડા ત્રણ મહિનાના રોજા કર્યા.! પરિવારે દીકરીનું સન્માન કર્યું

અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડની 12 વર્ષીય દીકરીએ આવી કાળઝાળ ગરમીમાં સાડાત્રણ મહીનાના રોઝા પુરા કરી અલ્લાહની બંદગી કરી.

વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક ધર્મ છે. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે. જેના પવિત્ર ગ્રંથ કુરાન મજીદ અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર પાંચ મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે : (1) ઈમાન, (2) નમાજ, (3) રોજા, (4) જકાત, (5) હજ આમતો-ઇસ્લામનો નવમો મહિનો રમઝાન નો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઇ સૂર્યાસ્ત (મગરીબ) સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજીયાત છે.આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે. રોઝાના મુખ્ય બે હેતુઓ છે .એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઇ માત્ર ઇશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ, ભિખારી અને દિનદુખીયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય. કેટલાક લોકો રબને રાજી કરવા રમઝાન માસ અઞાઉથીજ શરૂ કરી રમઝાન સાથે સાડાત્રણ મહીનાના રોઝા પણ રાખતા હોય છે આવાજ સાડાત્રણ મહીનાના રોઝા અંકલેશ્વર શહેરના હાઉસિંગ બોર્ડના મકાન નંબર 72 ખાતે રહેતા સિકંદર યુસૂફ કડીવાળા ની 12 વર્ષીય દીકરી અસરા સિકંદર કડીવાળાએ પુરા કયૉ હતા સાડાત્રણ મહીના ના રોઝા કરી 12 વર્ષીય દીકરી અસરાએ પોતાનો વધુમા વધુ સમય ઈબાદત બંદગીમા ઞુજારી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *