- ૨૦૨૪ લોકસભા ચૂંટણીને અનુલક્ષી અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.

ભારત ભરમાં હમણાં ૨૦૨૪ લોકસભા ની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાઈ રહી છે તે અંતર્ગત ગુજરાતમાં ૭ મી મેં ૨૦૨૪ ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા આજરોજ CPMF ની કંપની સાથે રાખી તેમની હદમાં આવતા શહેરી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું. જેમાં CPMF ટીમની સાથે અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યો હતો. અને શહેરી વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું જેથી કરીને જનતા મા ભયનું વારાવરર્ણ ન રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com