Geo Gujarat News

અંકલેશ્વર: ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વર શહેરથી પિરામણ ગામ થઈ GIDC ને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગટરની કામગીરી દરમ્યાન કેશવપાર્કની સામે આવેલ સોસાયટીની પાણી અને ડ્રેનેજની લાઇન તુટી જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ GIDC ને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્ષ ગટરનુ કામકાજ ચાલી રહ્યું છે જેને લઇ છેલ્લા-10-12 દિવસથી અંકલેશ્વરના કેશવપાર્ક સામે ગટર અને પાણીની લાઇનો આ ગટરની કામગીરીને લઇ તૂટી જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ લાઇન તૂટી જતાં રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતાં તંત્ર દ્વારા પાંચ દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે.અને વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નાહવા ધોવાની ક્રિયા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરતા બપોર બાદ તુટેલી લાઈનની જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *