Geo Gujarat News

ભરૂચ: નારાયણ વિદ્યાલય ખાતે શાળાના 10 શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓએ મહારંગોળી બનાવી લોકોને મતદાન માટે જાગૃત કર્યા

લોકસભાની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી છે.ત્યારે આ બેઠક પર 100 ટકા મતદાન થાય તેવી તમામ પ્રકારની જાગૃતિના કાર્યક્રમ ચૂંટણી વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે.ત્યારે આજ રોજ ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે શાળાના 10 શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓએ મહારંગોળી બનાવી લોકોને મતદાન જાગૃત કર્યા હતા.આ મહારંગોળી નિહાળવા જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા હતાં.

10 શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓએ મહારંગોળી બનાવી લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા..

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર સ્વીપ દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અન્વયે મહારંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના શિક્ષક અરવિંદ પરમાર અને તેમના 10 સાથી શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓની મદદ મેળવી અવસર લોકશાહીનો,મતદાન અધિકાર મારો અને ચૂંટણીનું પર્વ ગર્વ દેશનું લખાણ સાથે 35×35 ની અંદાજીત 200 કિલોના આઠ કલરો સાથે 12 કલાકની મહામહેનત બાદ મહારંગોળી બનાવી હતી.જે લોકોનું આકર્ષકનું કેન્દ્ર બની હતી.

35×35 ની 200 કિલોના આઠ કલરો સાથે મહારંગોળી બનાવી

મહારંગોળી લોકોનું આકર્ષકનું કેન્દ્ર બની હતી.

આ મહારંગોળીને નિહાળવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા,ડીડીઓ પ્રશાંત જોષી,એસડીએમ મનીષા મવાણી,ડીઈઓ સ્વાતિ રાઓલ સહિતના અધિકારીઓએ નારાયણ વિધાલય ખાતે ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અર્થે બનાવવામાં આવેલી મહારંગોળી નિહાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *