ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહ્યા છે.

ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટભાઈ મૃત્યુ પામ્યા હતા. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ અને સ્ટાફ ઘનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘણા સ્થળની સ્થિતિનો તાગ મેળવવા સાથે આ પગલું ભરવા પાછળનું કારણ શોધવા અંગે પણ તપાસ શરૂ કરી છે.

બનાવ સંદર્ભે ભરૂચ શહેર.બી ડિવિઝન પોલીસ અકસ્માત મોત નોંધ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જોકે હજુ સુધી મામલાને લઈ ભરૂચ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.



પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પોતાની પોલીસ ક્વાર્ટસમાં સર્વીસ ગનથી ત્રણ રાઉન્ડ ફાયર કરીને જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી ગઇ હતી.ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા pic.twitter.com/ihaHbL9y6l
— Geo Gujarat News (@GeoGujarat2020) May 3, 2024
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com