Geo Gujarat News

અંકલેશ્વર: વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર્દ છે. ગુજરાત રાજ્યમાં લોકસભા 2024ની ચૂંટણી માટે 7-5-24ના રોજ મતદાન થવાનું છે. દિન પ્રતદિન ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે. ઉમેદવારો દ્વારા પોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લય પકડી રહ્યો છે. મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના શિક્ષકો દ્વારા લગભગ 7થી 8 કલાકની મહેનત બાદ “વોટ ભારત”ના સંદેશા સાથેની 40X40 ફૂટ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી થકી મહિલાઓ, પુરુષો અને યુવા મતદારોને 100 ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષકગણ દ્વારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *