ચૈત્રી નવરાત્રી એટલે શક્તિ ઉપાસનાનો મહિનો આ મહિનામાં માઇ ભક્તો દ્વારા માતાજીની સેવા પૂજા ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે. તો વિવિધ મંદિરના મઢ ખાતે પરંપરાગત રીતે પણ માતાજીની રમેલ યોજાય છે ત્યારે ગલોલીવાસણા ગામે સધી મેલડી માતાજીના મંદિર ખાતે સાતમના દિવસે રાત્રે પરંપરાગત રીતે માતાજીની રમેલ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં માઇ ભકતોએએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામે બિરાજમાન શ્રી સધી મેલડી માતાના મંદિરે વર્ષે દહાડે અનેક ભક્તો માના દર્શનાર્થે આવે છે. અને પોતાની બાધા આખડીઓ પુર્ણ કરે છે.આસપાસના પંથકમાં લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર છે.ત્યારે ચાલુ વર્ષે ચૈત્રવદ સાતમા દિવસે ગામના ભાટચ્યા પરિવારના ભુવાજી ગેમરભાઈ જીવણભાઈ દ્વારા પરંપરા ગત રીતે મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજાયો હતો.અને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞની પુર્ણાહુતી કરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જ્યારે રાત્રે પરંપરાગત રીતે માતાજીના મઢમાં રમેલ યોજાઈ હતી.જેમાં ભુવાજી ઘેરમરભાઇ દેસાઈ,હિતેશ ભાઈ દેસાઈ,કાહવા ગાદીના ભુવાજી રાજા ભગત,ભુવા જી ગેમર ખાખડી,ભુવાજી કાનજી ભદ્રાડા સહિત ચૌદ પરગણા ના ભુવાજીઓએ પાટ પર બિરાજમાન થઈ ધુણ દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ,ઉત્તર ઝોનના પ્રભારી રામકિશન ઓઝા,પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.જેઓનું પાઘડી પહેરાવી સાલ ઓઢાડી ભુવાજીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com