આગામી તા.૭ મેના રોજ મતદાન થવાને હવે થોડા જ દિવસો બાકી રહેતા પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે જિલ્લામાં ચાલતી સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત પણ વિવિધ ગામે અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા લોકોને વોટ આપવા માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં પાટણની જિલ્લા ઉદ્યોગ કચેરી પણ સહભાગી બની રહી છે.

પાટણમાં મતદાર જાગૃ તિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કચેરી પાટણ દ્વારા ચાણસ્મા જી.આઇ.ડી.સીના એમ.એસ.એમ.ઈ વેપારી ઓ,માલિકો અને તેમના સ્ટાફ દ્વારા મતદાન કરવામ માટે શપથ લેવામાં આવ્યા.તદઉપરાંત રોયલ કોસ્ટર સિધ્ધપુર ખાતે અને અન્ય મતદાન મથક વિસ્તારોમાં શપથ/સંકલ્પ લેવડાવી તા.૭ મેના રોજ અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com