Geo Gujarat News

ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીને અવારનવાર હેરાન કરનાર રોમિયો વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી યુવતીનો અવારનવાર પીછો કરીને હેરાન કરનાર યુવક વિરૂધ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ એક રોમિયો ફરિયાદી યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો, અને હાલમાં યુવતી જ્યાં નોકરી કરતી હતી. તે સ્થળ પર જઇને યુવતીને પુછતો હતો કે તું કેમ મારો ફોન ઉપાડતી નથી.? અને તું કોની સાથે વાત કરે છે.? તેમ કહીને યુવતીનો મોબાઇલ ફોન લઇ લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ મારે તારી સાથે વાત કરવી છે તું મારી સાથે ગાડીમાં બેસ તેમ કહીને યુવક યુવતીને ગાડીમાં બેસાડીને લઇ ગયો હતો. અને હવે પછી જો તું કોઇની સાથે વાત કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

ત્યાર બાદ યુવકે રસ્તામાં યુવતીના કપડા ફાડી નાંખીને તેણીને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. યુવકની હરકતોથી ત્રાસી જઈ આખરે યુવતીએ સદર યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *