વાગરા ખાતે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માનની રેલી યોજાઇ હતી. આ વેળાએ ભાજપ અને મોદી પર મુખ્યમંત્રીએ નિશાન સાધ્યા હતા.
ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર અર્થે પંજાબના મુખ્યમંત્રી વાગરા પહોંચ્યા


આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાનને માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના સીએમ ભગવંત માને વાગરા ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે રોડ શો કરી પ્રચાર કર્યો હતો.

આકરી ગરમીમાં પણ લોકો રેલીમાં ઉમટ્યા
આ તબક્કે ભાજપ અને સરકાર વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ 10 વર્ષમાં કશું કર્યું નથી, ના રોજગાર, ના શાળા, ના પંદર લાખ ખાતામાં કોઈને આપ્યા, માત્ર ખોટા વાયદા કર્યા. આ ભારતીય જનતા પાર્ટી નહિ આ ભારતીય જુમલા પાર્ટી છે તેમ કહી નિશાન સાધ્યું હતું. વધુમાં તેઓએ એમ પણ કહ્યું દસ વર્ષ બાદ પણ તેમના પાસે સ્મશાન, કબ્રસ્તાન, મંગળસૂત્ર અને હિન્દુ મુસ્લિમ સિવાય કોઈ મુદ્દા નથી. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્લી અને પંજાબમાં મફત વીજળી, શિક્ષા, આરોગ્ય અને સરકારી નોકરીઓ આપી છે. રમૂજ અંદાજમાં તેમણે લોકોને મતની અપીલ કરતા જણાવ્યું કે ચૈતર ભાઈનું એક નંબર છે EVM માં પણ એક નંબર છે અને પરિણામમાં પણ એક નંબર આવશે. એક નંબરનું બટન દબાવી ચૈતર ભાઈને વિજેતા બનાવજો જો એક નંબર સિવાયના બટન જોશો તો મોતિયા બિંદ થશે. આકરી ગરમીમાં પણ લોકો રેલીમાં આવી પહોંચ્યા હતા.


રોડ-શો વેળાએ પોલીસની ચાંપતી નજર
આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.


DJ ના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા
વાગરા ખાતે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો
DJ ના તાલે સમર્થકો ઝૂમી ઉઠ્યા pic.twitter.com/J6Hm5tF3nu
— Geo Gujarat News (@GeoGujarat2020) May 4, 2024


નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com