Geo Gujarat News

કરજણ: ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, ક્ષત્રિય સમાજે ભાજપ વિરુધ્ધ મતદાન કરવા શપથ લીધા.

વડોદરા જીલ્લાના કરજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય રાજપૂત સમાજ વાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલના વિરોધમાં મેદાને પડ્યો છે. આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુધ્ધ મતદાન કરવા શપથ લીધા હતા. સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ધારીની બા એ સુંદર પંક્તિ રજુ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મેં નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેંગે મે નારી મેરી પહેચાન મેરે શબ્દ બોલેંગે હૂવા હે ગરીન પે વાર મેરે શબ્દ બોલેંગે શબ્દો કી હૈ તેજ ધાર મેરે શબ્દ બોલેંગે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિરુધ્ધ મતદાન કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષત્રિય, વાણીયા, બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે.

ક્ષત્રિય સમાજના કોર કમિટી મુખ્ય સદસ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કેજય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે. જે લડત દિવસેને દિવસે ઉગ્ર બનતી જાય છે, અમારા સૂત્રો પર અડગ છે, ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી, મને અપેક્ષા હતી આટલા સમયથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે પણ સાહેબ કંઈ બોલ્યા નથી તેનું મોટું દુઃખ છે, સોમનાથ જીનું મંદિર કેવી રીતે રહ્યું વિધર્મી લડવા આવ્યા તો તેમની સામે કોણ લડ્યું તે બધાને ખબર છે, સામાજિક લડત અમારી ચાલુ છે. જામનગરમાં પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા આશીર્વાદ લીધા એક પ્રકારનું રાજકારણ છે દર વખતે આવે તો જામ સાહેબને મળે આનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે ક્ષત્રિય સમાજ મોદી સાહેબથી પણ નારાજ છે. એમ તેઓએ જણાવ્યું હતું.

ત્યારબાદ ક્ષત્રિય સમાજના પ્રદેશ ઉપાધ્યાય મનીષ સિંહ પરમારે જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ભાજપને ઘણું નુકસાન થશે મોદી સાહેબને ૨૬ એ ૨૬ બેઠક પર દેખાશે સમગ્ર ગુજરાતમાં પડઘો પડ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે આજે ૪૦ દિવસ પૂરા થયા, નરેન્દ્ર મોદી ગુજરાત માંથી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમને કહ્યું હતું તમે મને કાગળ લખજો પોસ્ટકાર્ડ લખજો મારી માતા બહેનોએ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખ્યા પછી તેમને ગીત ગાયું કાગડિયા લખી લખી થાકી પણ તારા તો ભઈલા મનમાં નથી. મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ૨૦૦૨ પછી તેમને એકલા પાડવામાં આવ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજ તમારી સાથે હતો આજે તમે અમારી સાથે નથી આ લડાઇ ૪૪ કરોડ ક્ષત્રિયોની છે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે કરજણ પોલીસનો ગોઠવાયો જતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં 147 કરજણ વિધાનસભા વિસ્તાર ના ક્ષત્રિય રાજપૂત સમાજ ના રમજુંભા જાડેજા (કોર કમિટી પ્રમુખ), મનીષસિંહ પરમાર (કરણી સેના પ્રદેશ ઉપાધ્યાક્સ), વિક્રમસિંહ રાઉલજી, ધારીની બા (સુરત), મહેન્દ્ર સિંહ, યુવાનો સહિત સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *