Geo Gujarat News

ભરૂચ: બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત જાહેર જનતા જાણવા જોગ

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ અંતર્ગત ” બાળ લગ્ન એ કાનૂની અપરાધ છે. “

“અક્ષય તુતીયા” (અખાત્રીજ) ના દિવસે તથા અન્ય દિવસમાં ખુબ મોટા પ્રમાણમા વિવિધ સમાજોમાં લગ્નો યોજતા હોય છે. જેમા ખાસ બાળ લગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો સામાજિક આગેવાનો, ગોર મહારાજ લગ્ન કરાવનાર કાજી, રસોઈયા મંડપ ડેકોરેશન ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવાનું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે. અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દિકરા-દિકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે, તેથી આપના વિસ્તારમાં આપના ગામમાં કે આપના મહોલ્લોમાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

બાળલગ્ન જણાય તો પોલીસનો સંપર્ક કરો
બાળલગ્ન જણાય તો પોલીસનો સંપર્ક કરો

જેથી જે બાળલગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું..

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *