Geo Gujarat News

ભરૂચ: ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓએ તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર કરેલ છે અને તે મુજબ મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૦૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ ગયેલ છે. મતદાન પુરું થવા માટે નિયત સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા ઠરાવેલ છે. વધુમાં ઉમેદવારો તેમના ચૂંટણી મત વિસ્તાર બહારનાં સમર્થકોને ચૂંટણી પ્રચાર માટે એકત્ર કરી કામે લગાડે છે. પરંતુ પ્રચારનો સમયગાળો પુરો થયા પછી મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર થઈ શકે નહી એ હકીકતને ધ્યાનમાં લેતાં રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતવિસ્તાર બહારથી લાવવામાં આવ્યા હોઈ અને જેઓ મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહે તો ચૂંટણી ન્યાયી અને મુકત રીતે થવા ઉપર અસર પડે છે જેથી કાયદો અને વ્યવસ્થા જોખમાય છે. તુષાર ડી. સુમેરા IA.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ અમોને મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાનાં સમગ્ર વિસ્તાર માટે. (৭) મતદાન પુરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયમાં ચૂંટણી પ્રચાર કરવા ઉપર, મતદાન પુર્ણ થવાના સમય પહેલાના ૪૮ કલાક પછી રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરધસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગનાં મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવાયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *