Geo Gujarat News

વાગરા: લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

વાગરામાં લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી માટે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં 55.10 ટકા મતદાન નોંધાયુ હતું.

વાગરામાં શાંતિ પૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી રહ્યા છે.

ભરૂચ લોકસભાની ચૂંટણી માટે વાગરા સહિત તાલુકામાં મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાગરામાં વિવિધ મતદાન મથકો ઉપર સવારથીજ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. જો કે કાળજાળ ગરમીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. વાગરાના રજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામડાઓમાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું હતું.

વાગરાની કુમાર શાળા ખાતે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા એક મહિલા કર્મચારીની તબિયત લથડતાં ડોકટરો દ્વારા સારવાર અપાઇ હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં 55.10 ટકા મતદાન નોંધાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો. તેમજ ગામેગામ ધર્મરથ ફેરવી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સપથ લેવામાં આવ્યા હતા. ત્યારે વાગરા તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો. કાળજાળ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તરફથી મતદારોને કોઈ તકલીફ નહી પડે માટે છાંયડા માટે મંડપ, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ મેડીકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાગરા સહિત તાલુકામાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 54.90 ટકા મતદાન નોંધાયું હતું.

દેડિયાપાડા 68.05%
અંકલેશ્વર 49.70 %
ભરૂચ 46.90 %
જંબુસર 52.64%
ઝઘડિયા 60.77%
કરજણ 53.52%
વાગરા 55.10 ટકા મતદાન

ગુજરાતનું 47.03 ટકા મતદાન નોંધાયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *