Geo Gujarat News

અંકલેશ્વર: ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલ ટેન્ક પલ્ટી માર્યું, અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડાયા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર સહયોગ હોટલ નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલ ટેન્કર પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે ek ટેન્કર નંબર GJ-12-BW-1952 તેમજ આઇશર ટેમ્પો નંબર-GJ-36-T-1417 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચોવચ પલટી મારી જતા ત્રણેય ટ્રેક બ્લોક થઈ ગયા હતા. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા હાઇવેની ટ્રેક બ્લોક થતા ગણતરીના કલાકોમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના એહવાલ સામે આવ્યા નથી. જોકે ટેન્કરમાં એસિડ ભરેલો હોય જે લીકેજ થવાની શરૂઆત થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

ઘટનાની જાણ થતાજ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને લીક થયેલ કેમિકલ ઉપર ફોર્મનો મારો ચલાવી કોઈકને ગેસ કે કેમિકલની અસર ન થાય તેવા પ્રયાસો કરાયા હતા. અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવતા હાઈવે ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *