ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા ધર્મનગર ટાઉનશિપ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થતા લોકટોળાએ તેને જડપી પડ્યો હતો. ઘટનાની જાણ થતાજ ભરુચ શહેર સી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતા ફિરોજ બેરા ઉંમર વર્ષ 20 જે સુરભી બંગ્લોઝ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં વસંત મસાલા વાળાને ત્યાં સેલ્સ માર્કેટિંગ તરીકે કામ કરતો હોય આજરોજ સવારે માર્કેટિંગ માટે પોતાની બાઇક નંબર GJ 06 JC 5062 લઈ પોતાના કામ અર્થે ધર્મનગર ટાઉનશિપ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ફિરોઝ યુનસ બેરાનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યો હતુ.

અકસમાત બાદ ડમ્પર ચાલક પોતાનો ડમ્પર મૂકીને ફરાર થતા લોકટોળાંએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં સી.ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાંકળી ગલીઓમાં પણ માટેલા સાંધની જેમ પૂરઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર આ અંગે નક્કર કાર્યવાહી કરે જરૂરી બન્યું છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com