વિલાયત GIDC માં આવેલ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ગેટ બહાર ઝાડીઓમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ગેટ બહાર ઝાડીઓમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ગ્રાસીમ કંપનીના લાશ્કરો ફાયર ટેન્ડર લઇ બનાવવાળી જગ્યાએ દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ઉનાળાની શરૂઆત થતાંજ અનેક જગ્યાએ આગના બનાવો બનતા હોય છે.

બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઝાડી ઝાંખરામાં આગ ભભૂકી ઉઠતા એક સમયે ઉદ્યોગકારોમાં નાસભાગ મચી ગઇ હતી. ફાયરફાઈટરો ત્વરિત સ્થળ ઉપર પહોંચી જતા મોટી હોનારત થતા અટકી ગઈ હતી.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com