- દોરા ગામના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત..
- MP થી મજૂરીકામ કરવા આવેલ યુવાન તળાવમા ડૂબ્યો..
- ઇન્દ્રર સિંહ સમરુંભાઈ નામનો 45 વર્ષીય યુવાન તળાવમાં ડૂબી જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું..
- શુક્રવારે તળાવમા ડૂબેલયુવકની લાશ શનિવારે પાણીમા તળતી જોવાતા લોકટોળા ઉમટી પડ્યા હતા..
- ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી..
- પોલીસે મૃતકની લાશનો કબ્જો મેળવી આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખાસેડવામાં આવી હતી..

ભરૂચના આમોદના દોરા ગામના તળાવમાં ગતરોજ એક યુવક લાપતા બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે ૫:૩૦ વાગ્યે ભરૂચ જીલ્લાના દોરા ગામ ખાતે તળાવમાં ઇન્દર સિંહ સુમરાભાઈ ચૌહાણ ઉ.વ.૪૪ ડૂબી ગયાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ મોડી રાત સુધી વ્યક્તિની ભાળ ન મળતા આજ વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com