- દહેજની ઈ-પેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થતા દોડધામ..
- ઘટનામાં 2 કામદારના મોત, 4 કામદાર ઇજાગ્રત..
- દહેજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી..
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઇડીસી માં આવેલ ઇ-પેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનામાં 2 કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 4 કામદારોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દહેજ જીઆઇડીસી માં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દહેજમાં આવેલ ઇ-ટેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં રહેલ પાંચ લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા કુલ છ જેટલા કામદારો ઘવાયા હતા. જે પૈકી સૂરજ રામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલકુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22 નાઓના મોત નિપજ્યા હોવાની માહિતી સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે અન્ય ચાર જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાંજ જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com