ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ ઝીલીયા રોડ પર માતા પિતા નું ભક્તિ ધામ એટલે શ્રી પરમાત્મા ધામ આશ્રમ નું આજરોજ રવિવારના દિવસે બપોરે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિત રહી હતી.

ચાણસ્મા તાલુ કાના રણાસણ ગામે નવ નિર્માણ પામનાર શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજ રોજ શનિવારના દિવસે બપોરના ૨:૦૦ વાગે શાસ્ત્રી જયંતીભાઈ આચાર્ય ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસં ગે સાધુ-સંતો સહિત પરમાત્મા ગામ આશ્રમના પૂજ્ય સંત શ્રી પ્રભુ પરમાનંદ જી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાંજે ૫:૦૦ વાગ્યા ના અરસામાં ડીજેના તાલ સાથે આશ્રમ થી રણાસણ ગામની અંદર વિવિધ મંડળોની મહિલાઓ દ્વારા ડીજેના તાલ સાથે ભક્તિ સભર ગુણગાન ગાતા ગાતા રણાસણ ગામે પહોંચ્યા હતા.જ્યાં સાધુ સંતોનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ રાત્રી દરમિયાન સંતોના આશીર્વચન તથા ભજન સત્સંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પુર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ,એસ.કે પટેલ,ઉપેન્દ્રભાઈ પટેલ,શૈલેષભાઈ પટેલ,દીપમાલાબેન પટેલ,જયંતીભાઈ પટેલ પૂર્વ સરપંચ રણાસણ,પ્રવીણ ભાઈ પટેલ,કનુભાઈ પટેલ રસોઈયા,ગાંડાલાલ પટેલ સહિતના આગેવાનો તેમજ રણાસણ ગામના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com