Geo Gujarat News

ભરૂચ: નબીપુર પંથકમાં ભારે પવનના કારણે નવનિર્માણ પામતી હોટેલ ધરાશાયી થતા દોડધામ

ગઈકાલે રાત્રે 8.00 વાગ્યાના સુમારે હવામાન વિભાગના વર્તારા મુજબ નબીપુર પંથકમાં વાવાઝોડાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉઠતા વાતાવરણ દહોળી નાખ્યું હતું. આકાશમાં ગાજવીજ સાથે જોરદાર પવન ફૂકાતા સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોટગાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ને.હાઇવે.48 ઉપર નબીપુર ખાતે કવીથા ચોકડી ઉપર નવનિર્માણ થઈ રહેલા ખોડિયાર હોટલ ધરાશાયી થઈ ગઈ હતી. અને હોટલ માલિકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે.

સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આજે દિવસ દરમ્યાન સવારના 7.00 વાગ્યાથી DGVCL ની પ્રિ મોન્સૂન કામગીરીને પગલે સમગ્ર પંથકમાં વીજપુરવઠો બંધ રખાયો હતો અને જનતા ગરમીમાં ત્રાહિમામ પોકારી ગઈ હતી . બપોરે વીજપુરવઠો શરૂ કરાયો હતો પણ સમીસાંજે ભારે પવનને કારણે ફરી વીજપુરવઠો બંધ થતાં વિસ્તારના નાગરિકો ને ફરી અંધારાનો સામનો કરવો પડી રહ્યો છે.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *