ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના કેરી અને કેળા,ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોચાડ્યું હતું.જેના કારણે ખેડૂતોની ચીંતામાં વધારો થયો છે એ સાથે તેમણે રાજ્ય સરકાર પાસે ખેતીના નુકશાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે.

ગુજરાત રાજ્ય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં સોમવારના રાત્રીના ત્રાટકેલા વાવાઝોડાએ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી.આ સાથે જ ખેડૂતો ઉપર ચિંતાની લખીર હોવા મળી હતી.જેમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલા આંબાવાડીઓમાં કેરીના વૃક્ષો પર લાગેલી કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.જ્યારે કેળના ખેતરોમાં પણ કેળના છોડ ઝુકીને તૂટી જતાં તેના પર લાગેલા કેળાના પાકને પણ ભારે નુકશાન થયું હતું.

આ અંગે ભરૂચના કાસીયા ગામના એક નવયુવાન ખેડૂત અંકુર વિઠ્ઠલભાઈ વસાવાએ જણાવ્યુ હતુ કે,આ વાવાઝોડામાં તેમના કાસીયા અને જિલ્લાના ખેડુતોને ભારે નુકશાન વેઠવું પડ્યું છે.તેમના વિસ્તારમાં લોકોની આંબાવાડીઓમાં લાગેલી કેરીઓ ખરી પડી હતી આ સાથે કેળના પાકને પણ નુકશાન પહોંચ્યું હતું.આ સાથે આસપાસ ડાંગર, શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના પાક પડી જતા તેમને પણ નુકશાની વેઠવી પડી છે. જેથી સરકાર દ્વારા આવા નુકશાની પામેલા ગામોનો સર્વે કરાવી ખેડૂતોને નુકશાનનું વળતર મળે તેવી પણ માંગ કરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com