Geo Gujarat News

પાટણ: હારીજમાં ખેતરે ચારો ચરવા ગયેલી ત્રણ ભેંસો પર જીવંત વીજવાયર તૂટી પડતાં મોત

સમગ્ર બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી મુજબ હારીજ ખાતે મોર્ડન કોલેજની બાજુમાં આવેલ ખેતરમાં પશુ પાલકો ની પોતાનું પશુધન ધરાવી રહી હતી ત્યારે ખેતર માંથી પસાર થતી યુ.જી.વી.સી.એલ.ની ૧૧ કેવી ની હેવી વીજલાઈન નો જીવંત વીજ વાયર ભારે પવનને કારણે તૂટીને જમીન ઉપર પડ્યો હતો.આ વીજ વાયર ચારો ચરતી ભેંસો ઉપર પડતાં ત્રણ ભેંસો ના મોત થયા હતા.જ્યારે આ વાત ભેંસો ચરાવવા ગયેલી દીકરી દ્વારા ઘરે આવીને પરિવાર જનોને કરતાં પશુપાલક કનુભાઇ ભરવાડ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ભારે વિલોપાત કર્યો હતો. તેમજ હારીજ પોલીસ અને યુ.જી.વી.સી‌.એલ.ની ઓફિસ ને જાણ કરાતાં કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તેમજ સરકારી પશુ ચિકિત્સકને પણ જાણ કરાતાં તેઓ દ્વારા પણ ઘટના સ્થળે આવીને મૃતક ભેંસોનું પંચનામું તેમજ પી.એમ.કરવામાં આવ્યું હતું.

આમ પશુપા લકની ત્રણ ભેંસોના કમ કમાટી ભર્યા મોત નિપજતાં ત્રણ લાખથી પણ વધારે નુકસાન થયું હોવાનું પશુપાલક કનુ ભાઈ ભરવાડે જણાવ્યું હતું.ભેંસોનું અચાનક મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તંત્ર પાસે વળતરની માંગ કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *