Geo Gujarat News

મહેસાણા: પાંચોટ ગામે મેલડી માતાજીનો બે દિવસીય પાટોત્સવ ઉજવાયો

શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મહામાયા,મહાશક્તિ, મહાદેવી,આદ્યશક્તિ સ્વરૂપ,ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી,જગતજનની,પરમ પરમેશ્વરી, રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માઁ (સુરત) અને સદ્ ગુરૂદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીની મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે તા. ૧૦ અને ૧૧ મે ૨૦૨૪ ના રોજ ૐ ભગવતી શ્રી મેલડી માતાજી મંદિરના બે દિવસીય ૧૭ (સત્તર) મા પાટોત્સવના શુભ પ્રસંગે પરમ પૂજ્ય અશોકભાઈ માડીશ્રીના ઘરે ભવ્ય પધરામણી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ ૐ ભગવતી શ્રી મેલડી માતાજી મંદિરના બે દિવસીય ૧૭ (સત્તર) મા પાટોત્સવ માં પ્રથમ દીવસે અશોકભાઈ માડી શ્રી દ્વારા તેમજ તેમના પરિવાર અને પાંચોટ ગામના શ્રી મેલડી માઁ પરિવાર દ્વારા શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁ (સુરત)અને સદ્દ ગુરૂદેવશ્રી શ્રી ૧૦૦૮ શક્તિ પીઠાધિ શ્વર પરમ પૂજ્ય માડીશ્રી નુ સામૈયુ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ શુભ પ્રસંગે અશોકભાઈ માડીશ્રી અને તેમના પરિવારે સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રી ના રુદિયામાં બિરાજમાનશ્રી ગુરૂકૃપાના ગોખવાળી મહામાયા મેલડી માઁ ને કંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા અને ફૂલહાર પહેરાવીને લાલ ચુંદડી ઓઢાડી હતી.ત્યાર બાદ અશોકભાઈ માડી શ્રી તેમના પરિવાર અને સર્વે ભાવિક ભક્તોએ વાગતા ઢોલે સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રીના ચરણોમાં ફૂલ પાંખડી પાથરતા પાથરતા શ્રી મેલડી માઁ ના નામનો જયકારો કરતા કરતા શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁ અને સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડી શ્રી ને અશોકભાઈ માડીશ્રી ના ઘરમા ॐ ભગવતી શ્રી મેલડી માઁ ના મંદિરે લઈ જઈને બેસવા માટે આસન આપ્યુ હતુ.આ શુભ પ્રસંગના પ્રથમ દિવસે રાત્રે ઝળહળ તી સઘડીની જ્યોતમાં શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁ ના જ્યોતી રૂપે દર્શનનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રી એ શ્રી મેલડી માઁ ની પૂજા અર્ચના કર્યા પછી ઝળહળતી સઘડી હાથમાં લઈને ત્યાં ઉપસ્થિત અશોકભાઈ માડીશ્રી ને,તેમ ના પરિવારજનોને, સર્વે ભાવિક ભક્તોને, પાંચોટ ગામના શ્રી મેલડી માઁ પરિવારજનોને,ગ્રામ જનોને તથા આમંત્રિત મહેમાનોને શ્રી ગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁ ના જ્યોતિ રૂપે દર્શન કરાવ્યા હતા.અને પછી શ્રીગુરૂકૃપાના ગોખવાળી મેલડી માઁ એ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તો ને સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રી ના મુખેથી આશીર્વચનો બોલીને આશિર્વાદ આપ્યા હતા.

ત્યારબાદ આ શુભ પ્રસંગે રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યું હતુ.જેમાં સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રી સર્વે ભાવિક ભક્તો, સેવકો અને અશોકભાઈ માડીશ્રી સાથે ખુબ રાસ ગરબા રમ્યા હતા.અને આ પ્રસંગમાં પધારેલા સેવકો, ભાવિક ભક્તો રાસ ગરબા રમતા સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રી પર ફૂલ પાંખડી ઉડાડતા ઉડાડતા ખુબ નાચ્યા કુદયા હતા. પાંચોટ ગામે ॐ ભગવતી શ્રી મેલડી માઁ મંદીરના ૧૭ (સત્તર)મા પાટોત્સવના બીજા દિવસે સવારે શોભાયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા સદ્દ ગુરૂદેવ પરમ પૂજ્ય માડીશ્રીને રજવાડી બગીમાં આસન આપીને બેસાડવામાં આવ્યા હતા.

આ શોભાયાત્રા ॐ ભગવતી શ્રી મેલડી માઁ ના મંદિરથી પ્રસ્થાન થઈને આખા પાંચોટ ગામમાં ફરીને ॐ ભગવતી શ્રી મેલડી માઁ ના મંદીરે પરત ફરી હતી.જેમા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો,સુરતથી આવેલા સેવકો અને ગ્રામજનો જોડાયા હતા. અને લાઈવ ડી.જે ના તાલ સાથે ખુબ ઝુમ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *