ચાણસ્મા તાલુકાના રામગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં વહેલી સવારે મહિલાની મૃત હાલતમાં લાશ જોવા મળતાં પોલીસને જાણ થતાં લાશને બહાર કાઢી તપાસનો દોર શરૂ કર્યો છે.રામગઢ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે નર્મદા કેનાલના પાણીના પ્રવાહમાં મહિલાની લાશ તરીને કિનારે પડી હતી.સ્થાનિક લોકોને લાશ નજરે પડતાં ચાણસ્મા પોલીસની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢી ચાણસ્મા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ દ્વારા મહિલા અંગે તપાસ કરતાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામની પુરીબેન ગણેશભાઈ દેસાઈ ઉ.વ.૩૯ હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com