અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.

મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ વિનાયક રેસિડેન્સીમાં 26 વર્ષીય અજયકુમાર અશોક નર્બાદાસિંહ બધેલ પોતાની મોપેડ નંબર જી.જે.05.એસ.એન.0617 લઈ રાજપીપળા ચોકડી પાસેથી ગતરોજ રાતના સમયે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-જી.જે.16.ઝેડ.3079ના ચાલકે અચાનક ટર્ન લઈ રાજપીપળા ચોકડી તરફથી આવતા મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત અજય બધેલને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com